Aadhaar Update Online: શું તમારે આધાર કાર્ડ માં સુધારો કરવો છે? હવે તમે ઘરે બેઠા Aadhar Card માં સુધારો કરી શકો છો. ઓનલાઇન તમારી જાતે આધારકાર્ડ માં સુધારો તમારું નામ, એડ્રેસ, જન્મ તારીખ, જાતિ વગેરે. Aadhaar Card ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જઈને ઘરે બેઠા ઓનલાઇન સુધારો કરો.
હાલમાં આધાર કાર્ડની સંસ્થા uidai દ્વારા આધાર કાર્ડ ને લગતા નવા નિયમો જાહેર કર્યા છે, તેમાં જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તેને અપડેટ કરાવવું ફરજિયાત છે. જો અપડેટ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં તમારે ઘણી સમસ્યાઓનું સામનો કરવો પડી શકે છે. તમારું આધાર કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે. તેના માટે માન્ય પ્રૂફ દ્વારા તમારે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે.
તમે જાણો છો કે આધારકાર્ડને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યું છે સરકારની દરેક યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે આ માટે આધાર કાર્ડની અપડેટ કરવું મહત્વનું છે
આ સાથે જ યુઆઇડીઆઇ એ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં તમે ઘરે બેઠા પણ આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.
Aadhaar Update Online આ રીતે કરો ફ્રી માં
શું તમે તમારું આધાર 10 વર્ષ પહેલા જારી કરાવ્યું હતું અને તે ક્યારેય અપડેટ થયું નથી? તો તમારી ઓળખનો પુરાવો અને સરનામાના દસ્તાવેજનો પુરાવો અપલોડ કરીને તેને ફરીથી માન્ય કરાવવું જરૂરી છે.
આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ મહત્વનો દસ્તાવેજ છે તેથી UIDAI સંસ્થા દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર જે લોકોનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તેઓએ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પોતાના રહેઠાણનું અને ઓળખના દસ્તાવેજ ઉપલોડ કરી આધારકાર્ડ ઉપડૅટ કરી શકશે.
ઓનલાઇન ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સુવિધા 31 માર્ચથી 14 જૂન 2023 સુધી ફ્રી રાખવામાં આવે છે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે ફી ભરવી પડશે.
આધારકાર્ડ માં ઓનલાઇન કઈ કઈ માહિતી બદલી શકાય છે?
- વ્યક્તિનું નામ
- પિતાનું નામ
- મોબાઇલ નંબર જનરેટ કરો
- સરનામું
- ફોટો
- જન્મ તારીખ
- લિંગ (સ્ત્રી-પુરુષ)
આધાર કાર્ડ સુધારણા માટે જરૂર દસ્તાવેજો । Document for Aadhar Card Correction
આધાર કાર્ડ બનાવવા અને આધાર કાર્ડમાં સુધારા કરવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડે છે, જે આપણે અગાઉથી તૈયાર કરવાના હોય છે, તે દસ્તાવેજોની માહિતી નીચે આપવામાં આવી રહી છે.
- મતદાર આઈડી
- ડ્રાયવીંગ લાઇસન્સ
- પાન કાર્ડ
- 10મી/12મી માર્કશીટ
- રેશન કાર્ડ
- યુનિવર્સિટી માર્ક શીટ
- બેંક એકાઉન્ટ
- ક્રેડીટ કાર્ડ
- અપંગતા ઓળખ કાર્ડ
- છેલ્લા ત્રણ મહિનાનું વીજ બિલ
- પોસ્ટ વિભાગ દ્વારા સરનામું કાર્ડ
લગ્ન પછી આધાર કાર્ડ માં કેવી રીતે સરનેમ બદલવી?
લગ્ન પછી તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો. હકીકતમાં લગ્ન પછી છોકરીઓ પોતાના પતિનું નામ પોતાની સાથે જોડે છે. આજકાલ મોટાભાગના લોકો આવું કરે છે, પરંતુ જો તમે તેને સત્તાવાર રીતે બદલવાનું વિચારી રહ્યા છો, તો તેને બધા દસ્તાવેજોમાં પણ અપડેટ કરવું જરૂરી છે, નહીં તો તમારા ઘણા કામ અટકી શકે છે. તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડમાં નામ બદલવું એ એક સરળ પ્રક્રિયા છે, જેને અનુસરીને તમે દસ્તાવેજો પણ અપડેટ કરી શકો છો.
આધાર કાર્ડ માં જાતી કઈ રીતે સુધારવી?
આધાર સુધારણા માટેના કેટલાક નિયમો ઘણા કડક છે. ઉદાહરણ તરીકે, જો જન્મતારીખ અને લિંગ લખવામાં ભૂલ હોય, તો તેને સુધારવાની એક જ તક છે. તેની પ્રક્રિયા પણ મુશ્કેલ છે. આથી જન્મતારીખ લખવી હોય કે લિંગમાં પુરુષ કે સ્ત્રી માટે M અને F દાખલ કરવી, આ કામ હંમેશા સાવધાનીથી કરવું જોઈએ.
ઘણી વખત એવી ફરિયાદો આવે છે કે આધાર બનાવનાર વ્યક્તિએ ફોર્મમાં સાચું લખ્યું છે, પરંતુ આધાર કેન્દ્રની વ્યક્તિની ગરબડનો માર લોકોને સહન કરવો પડે છે. આ માટે લોકો એક વખત સુધારો કરે છે, પરંતુ ભૂલ થયા પછી પણ તેમાં સુધારો કરવો મુશ્કેલ બની જાય છે. બીજી વખત જ્યારે તમે ઓનલાઈન સુધારા કરવા જશો, ત્યારે તમને આધાર વેબસાઈટ પર એક લિંક મળશે કે તમે લિંગ અપડેટની મર્યાદા વટાવી દીધી છે. તેથી, સુધારાઓ ફરીથી ઓનલાઈન થઈ શકશે નહીં.
આધારકાર્ડ અપડેટ ફ્રી
ઘરે બેઠા તમારા મોબાઇલ માંથી આધારકાર્ડને અપડેટ કરવા માટે નીચેના સ્ટેપને અનુસરો:
- સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
- હવે લોગીન બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારા ફાધર નંબર એડ કરી નીચે આપેલ કેપ્ચા કોડ ને દાખલ કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
- તમારા ફોન પર આવેલ ઓટીપી દાખલ કરી લોગીન પર ક્લિક કરો.
- લોગીન થઈ ગયા પછી તમને વિવિધ ઓપ્શન જોવા મળશે,
- તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરો એટલે તમને લાસ્ટમાં Update Document ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રોસેસ બતાવવામાં આવશે ત્યારબાદ Next પર ક્લિક કરો. હવે તમારી સામે આધાર કાર્ડ ની ડિટેલ આવી જશે.
- તમારી વિગતો વેરીફાઈ કરી Next બટન પર ક્લિક કરવું.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ નો પ્રકાર સિલેક્ટ કરી અને ડોક્યુમેન્ટ ને Upload કરવું તમે ડોક્યુમેન્ટ jpeg, png કે pdf સ્વરૂપે અપલોડ કરી શકો છો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો તમારી એપ્લિકેશન સેવ થઈ જશે.
Important Link
UIDAI Govt Official Website | Click Here |
Download Aadhar Card | Download Now |
Order Aadhar PVC Card | Order Now |
Locate Enrolment Center | Click Here |
Verify Aadhaar | Click Here |
Home Page | Click Here |
UIDAI સંસ્થા દ્વારા તમારા ડોક્યુમેન્ટ ચેક કરી તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે. એકવાર ડોક્યુમેન્ટ અપડેટ થઈ ગયા પછી તમે આધાર કાર્ડનો ઉપયોગ આગળ પણ ચાલુ રાખી શકશો.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો તમારું નામ, એડ્રેસ, જન્મ તારીખ, જાતિ વગેરે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.