Rules Change 1st April: 1 એપ્રીલથી બદલનારા નિયમો: 1 એપ્રીલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થતુ હોય છે. એ સાથે જ નવુ બજેત પણ લાગુ પડતુ હોય છે. એવામા નવા નાણાકીય વર્ષથી ઘણા નિયમો બદલાઇ જતા હોય છે જે જાણવા જરૂરી હોય છે. કારણ કે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. આજે આ પોસ્ટમા જાણીએ કે આ 1 એપ્રીલ 2023 થી કયા નિયમો બદલનારા છે ? અને આ બદલાયેલા નિયમોની આપણા પર શું અસર પડશે ?
Rules Change 1st April
નવા નાણાકીય વર્ષષ1 એપ્રીલ 2023 થી ઘણા નિયમો મા ફેરફાર થઇ જશે. આ બદલાયેલા નિયમોની સીધી અસર આપણા પર ખાસ કરીને આર્થીક રીતે પડતી હોય છે. 1 એપ્રીલથી નીચે મુજબના નિયમો બદલનારા છે.
1 એપ્રીલથી બદલનારા નિયમો
1 એપ્રીલથી બદલનારા નિયમો આજે આપણે એવા જ કેટલાક મોટા ફેરફારો (1 એપ્રિલ, 2023 થી બદલનારા નિયમોમાં ફેરફાર) વિશે જાણીશુ જે 1 એપ્રિલથી ફેરફાર થવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આગામી મહિનાના ફેરફારોમાં ગેસ સિલિન્ડરની કિંમત, બેંક રજાઓ, આધાર-પાન લિંક સહિત ઘના નિયમોમા ફેરફાર થનારા છે.
કાર મોંઘી થશે
Rules Change 1st April ભારત સ્ટેજ-2ના અમલીકરણ સાથે ઓટોમોબાઈલ કંપનીઓની કારની કિંમતમાં વધારો થવાની શકયતાઓ રહેલી છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ, ટોયોટા અને ઓડી જેવી ઘણી કાર કંપનીઓ તેના ફોર વ્હીલ કારની કિંમતોમા વધારો કરી શકે છે. તમામ કંપનીઓએ તેમના કારના નવા ભાવ 1 એપ્રિલ, 2023થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નિષ્ણાતોના મતે, વિવિધ કંપનીઓની કારની કિંમત 50,000 રૂપિયા સુધી વધી શકે છે.
હોલમાર્ક વાળુ સોનુ ફરજીયાત
1 એપ્રિલ, 2023 થી જો તમે સોનુ ખરીદશો તો આ નિયમ ખાસ લાગુ પડશે. સોનાના વેચાણના નિયમોમાં મોટા ફેરફારો થશે. 1 એપ્રિલથી, જ્વેલર્સ ફક્ત તે જ સોનાની જવેલરી વેચી શકશે જેના પર 6 અંકનો હોલમાર્ક નંબર નોંધાયેલ છે. ગ્રાહક વિભાગે 18 જાન્યુઆરી, 2023 ના રોજ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગ્રાહકો પાસે રહેલા જુના ઘરેણા જેના પર હોલમાર્ક નથી તો પણ વેચી શકશે.
વીમા પોલીસી પર ટેકસ
જો તમે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક પ્રીમિયમ વાળી વીમા પોલિસી ખરીદવાના છો, તો સરકારે બજેટ 2023માં જાહેરાત કરી હતી કે, 1 એપ્રિલ, 2023થી વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ સાથે વીમા યોજનામાંથી મળતી આવક પર ટેક્સ ભરવો પડશે. જો કે આમાં ULIP પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
ડીમેટ ખાતામા નોમીનેશન
Rules Change 1st April જો તમે શેરબજારમાં પૈસા રોકતા હોય એટલે કે ડીમેટ એકાઉન્ટ ધરાવતા હોય તો તમામ ડીમેટ ખાતા ધારકોએ 1 એપ્રિલ, 2023 પહેલા નોમિનેશન કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળ ખાતાધારકોના ખાતાને ફ્રીઝ કરી દેશે. સેબીની ગાઇડલાઇન મુજબ મુજબ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા જરૂરી છે. જો આમ નહીં થાય, તો તમારું એકાઉન્ટ ડી એકટીવ કરવામાં આવશે.
મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન
1 એપ્રીલથી બદલનારા નિયમો થી બદલાનારા નિયમોમા આ પણ એક અગત્યનો નિયમ છે. સેબીની ગાઇડલાઇન મુજબ ડીમેટ એકાઉન્ટ ની જેમ જ તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના એકાઉન્ટ મા નોમીની ઉમેરવા પડશે. આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, 1 એપ્રિલ, 2023 થી, રોકાણકારોનો પોર્ટફોલિયો ફ્રીઝ કરવામાં આવશે. આ પછી નોમીનેશનની ડીટેઇલ સબમિટ કર્યા પછી જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.
દિવ્યાંગજનો માટે UDID
વિકલાંગોને સરકારી યોજનાઓનો લાભ હવે તો જ મળશે જો 1 એપ્રિલથી વિકલાંગોએ યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID) નંબર કઢાવવો ફરજિયાત બની ગયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમની પાસે UDID નથી, તેમણે તેમના UDID એનરોલમેન્ટ નંબર વિશે ડીટેઇલ આપવી પડશે. આ પછી જ તે 17 જેટેલી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે.
આટલા દિવસ બેંકો બંધ રહેશે
Rules Change 1st April એપ્રિલ મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ હોય છે. આ મહિને, વિવિધ તહેવારો અને વર્ષગાંઠોને કારણે, દેશભરના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 15 દિવસ માટે બેંકો બંધ રહેશે. જેમાં આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ઈદ-ઉલ-ફિત્ર જેવી રજાઓનો સમાવેશ થાય છે. જો કે આ રજાઓ રાજયવાર આલગ અલગ હોય છે.
NSE પર ટ્રાન્ઝેક્શન ફી
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અગાઉ કેશ ઈક્વિટી અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં કોઈપણ પ્રકારના ટ્રાંઝેકશન પર 6 ટકા ફી વસૂલતી હતી, જે હવે 1 એપ્રિલથી પાછો ખેંચવામા આવશે. અગાઉ જાન્યુઆરી 2021 થી આ ફી વસૂલવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ.
એલપીજી અને સીએનજીના ભાવ
1 એપ્રીલથી બદલનારા નિયમો દર મહિનાની પહેલી તારીખે સરકારી ઓઇલ કંપનીઓ ગેસ અને સીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળે છે કે પછી તેમા વધારો નોંધાય છે ?
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
Contact Email : nhmsatararecruitment.in@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, Gujarati News is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.